ઉમરગામ હાઈસ્કૂલના વિદ્યાર્થીની ગુજરાતની ટીમમાં પસંદગી.

0

  

ઉમરગામ હાઈસ્કૂલના વિદ્યાર્થીની ગુજરાતની ટીમમાં પસંદગી.

આગામી સી.કે.નાયડુ ટ્રોફી માટે ગુજરાતની ક્રિકેટ ટીમમાં અન્ડર ૨૩માં પસંદગી થતાં ઉમરગામ શ્રી એમ.કે.મેહતા સ્કૂલ કેમ્પસમાં અને ઉમરગામમાં આનંદ છવાયો છે. બી.સી.સી.આઈ. ઓલ ઈન્ડિયા ઈન્ટર સ્ટેટ ૪ દિવસ સી.કે. નાયડુ ટ્રોફી ૨૦૨૩-૨૪નો ૭મી જાન્યુઆરી એટલે કે રવિવારથી શરૂ થઈ રહી છે. જેમાં ઉમરગામ સ્કૂલના સ્ટુડન્ટ સૌરભ વર્મા ડાબોડી ઝડપી બોલર ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. 

સૌરભ વર્મા ગુજરાતની ટીમને જીત આપવા મહત્ત્વની ભૂમિકા ભજવશે. સૌરભ વર્માની પસંદગી બદલ કોચ અજયભાઈ માછીએ અભિનંદન પાઠવ્યા છે. તેમજ શાળાના આચાર્ય જેકોબ વી. જોન અને શાળાના ટ્રસ્ટી સુકેતુ મેહતાએ અભિનંદન પાઠવ્યા છે.

Post a Comment

0Comments
Post a Comment (0)