આજરોજ 15 મી ઓગષ્ટ સ્વતંત્ર દિવસે ધરમપુર ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો અને શ્રી શબ્બીર બાહનાન મુસ્લિમ સમાજ પ્રમુખશ્રી અને ધરમપુર નગરપાલિકા કોર્પોરેટ અને ફરાદ બાહનાન અને એમના સાથી મિત્રો દ્વારા ખુબજ મોટી સંખ્યામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશ પટેલ કહયું હતું કે, "અમારો આદિવાસી સમાજ વર્ષોથી મુસ્લિમ સમાજ સાથે ભાઈ ચારા સાથે રહેતો આવ્યો છે જેનું આજે ઉત્તમ ઉદાહરણ અમારા ધરમપુર તાલુકામાં જોવા મળ્યું, આવનાર દિવસોમાં પણ અમે બધા એક છીએ અને એક બીજાના સુખ દુઃખ માં સાથે રહીશું."
રેલીની શરૂઆત કર્યા બાદ ભગવાન બાબા સાહેબને અને શિવાજી મહારાજને આગેવાનો દ્વારા પુષ્પમાળા પહેરાવી હતી. ત્યારબાદ ધરમપુરમાં થઈ ક્રાંતિકારી બિરસામુંડા ની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કરી રેલી પૂર્ણ કરવામાં આવી હતી