સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલડુંગરી આયોજિત મારી માટી મારો દેશ માટીને નમન વિરોને વંદન કાર્યક્રમ અંતર્ગત માટીના કળશને ધરમપુર તાલુકા પંચાયત ખાતે ધરમપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીને સુપ્રત કરવામાં આવ્યો.

0

  

આજરોજ તા.17/08/2023 ના દિને ધરમપુર તાલુકાના સમરસ ગ્રામ પંચાયત મોટીઢોલ ડુંગરી એ મારી માટી મારો દેશ માટીને નમન વિરોને વંદન કાર્યક્રમ અંતર્ગત આજે કળશ ધરમપુર તાલુકા પંચાયત ખાતે  ધરમપુર TDO શ્રી મહેન્દ્ર હાથીવાલાશ્રીની હાજરીમાં ધરમપુર તાલુકા પંચાયતમાં સુપ્રત કરવામાં આવ્યો.

જ્યાં ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ,ગામનાં તલાટી કમ મંત્રીશ્રી જયેશભાઇ,ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈ,સભ્યશ્રી ઉમેદભાઈ સભ્યશ્રી જયેશ ભાઈ,સભ્યશ્રી મગનભાઈ અને ગામના આગેવાનો ધરમપુર તાલુકા પંચાયત ખાતે હાજર રહ્યા હતા.





Post a Comment

0Comments
Post a Comment (0)