કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ.

0

    

કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ.

  • શિક્ષક ભાઈઓમાં કોલવેરા બીટની ટીમે ફાઈનલ વિજેતા.
  • શિક્ષિકા બહેનોમાં સુથારપાડા વિજેતા. 

કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પાનસવાંગણ ફળિયા ખાતે શિક્ષક ભાઈઓ અને બહેનો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ સ્પર્ધામાં કપરાડા તાલુકાના બીટ મુજબ શિક્ષક ભાઈઓ અને બહેનોની ટીમે ભાગ લીધો હતો. શિક્ષક ભાઈઓ-બહેનોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળભાઈ પટેલમહામંત્રી રાજેશભાઈ, કાર્યાધ્યક્ષ જયેશભાઈ પાડવી તથા જિલ્લા પ્રા. શિક્ષક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. 

        ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઈ, મહામંત્રી મિતેશભાઈ, ઉપપ્રમુખ અજયભાઈ, પ્રચાર મંત્રી પ્રદીપભાઈ, જિલ્લા કારોબારી સભ્યઓએ જહેમત ઉઠાવી હતી. શિક્ષક ભાઈઓમાં કોલવેરા બીટની ટીમે ફાઈનલ જીતી લીધી હતી અને આમવન બાલચોંડી ટીમ રનરઅપ રહી હતી. જ્યારે શિક્ષિકા બહેનોમાં સુથારપાડા વિજેતા અને સિલધા કિક્વન્સ રનરઅપ રહી હતી. ક્રિકેટ ટૂર્નામેન્ટની વ્યવસ્થા અને સંચાલન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી કિરણકુમાર ભરસટે કર્યુ હતું. અંતે વિજેતા અને રનરઅપ રહેતી ટીમને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Post a Comment

0Comments
Post a Comment (0)