ધરમપુર આદિવાસી સમાજ દ્વારા 6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિને ડૉ.બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી આપવામાં આવી.

0

      

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા 6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિને ડૉ.બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી આપવામાં આવી.

ભારતના પ્રથમ કાયદા પ્રધાન,મજૂરોના મસીહા,દલિતો અને મહિલા અધિકારના મસીહા,કાયદાના નિષ્ણાંત, કરોડો વંચિતોના મુક્તિદાતા, મહા માનવ,મહાન સમાજશાસ્ત્ર,મહાન અર્થશાસ્ત્રી, આધુનિક ભારતના મસીહા, ભારતના બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને ધરમપુર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકર ને આદર અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને સાથે ચીફ ઓફિસરશ્રી ધરમપુરને નગર પાલિકા વિસ્તારમાં આવેલ તમામ મહાનુભાવોની પ્રતિમાની દરરોજ પાણીથી સફાઈ કરવામાં માટેની રજુઆત કરવામાં આવી.

જ્યાં ધરમપુર તાલુકાના વિજયભાઈ અટારા, કમલેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ,ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશ પટેલ, મોહના કાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી,માજી ધરમપુર નગરપાલિકા કોર્પોરેટ શ્રી ધીરજ પટેલ,સુરેશ પટેલ,રામદાસ ભાઈ,રાકેશ પટેલ,વિનય પટેલ,યોગેશ પટેલ,વિનોદ પટેલ,નિર્મલ સુરતી,નિલેશ નિકુળીયા,નવસુભાઈ,બીટુ પટેલ હાજર રહ્યા હતા.


Post a Comment

0Comments
Post a Comment (0)