વેણ ફળિયા ખાતે દિવાળીના પર્વનાં દિને યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

0

   


તારીખ :૧૨-૧૧-૨૦૨૩નાં દિવાળી પર્વ દિને વેણ ફળિયા ખાતે  વેણ ફળિયાનાં યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

જેમાં ક્રિકેટનુ મેચના ઉદ્દઘાટન માટે ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઝરણાબેન પટેલ અને તેમના પતિ ધર્મેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. દર વર્ષે આ તહેવાર દરમ્યાન ફળિયાનાં યુવાનો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

આ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઈનલ જીજ્ઞેશ પટેલની ટીમ વિજેતા થઈ હતી.વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ક્રિકેટકપ આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

આ ટુર્નામેન્ટ આયોજનમાં જીજ્ઞેશ પટેલ, સંદિપ પટેલ, આશિષ પટેલ, જીજ્ઞેશ પટેલ, રણજીત પટેલ, રાકેશ પટેલ, અનુપ પટેલ, વિક્કી પટેલ, હાર્દિક પટેલ જેવા ક્રિકેટપ્રેમીઓનો ફાળો સવિશેષ રહ્યો હતો.



Post a Comment

0Comments
Post a Comment (0)