તા.29/07/2023 ના દિને ધરમપુર ખાતે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. ગઈ કાલ તા.28/07/2023ના દિને મીનારા મસ્જિદ સાહિતના વિસ્તારોમાં મહોરમ પર્વ શરૂ થતાંની સાથેજ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયાની સ્થાપના કરવામાં આવી હતી. હાલ મુસ્લિમ સમાજ નો પવિત્ર તહેવાર મહોરમ ની ઉજવણી કરવામાં આવી . ઝુલુસ કાઢી અને માન નદીમાં તાઝીયા ને ઠંડા કરવામાં આવ્યા.
ધરમપુર ખાતે આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજ વર્ષોથી હળીમળીને રહેતા આવ્યા છે. જેમાં મોહનાકાઉચાળી સરપંચશ્રી દેવું મોકાસી આજે કાકાડકુવા ગામના આગેવાન કિરણ પટેલ અને ધરમપુર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કલ્પેશભાઈ ધરમપુર દ્વારા ધરમપુર ખાતે નીકળેલ તાઝિયાને ફૂલ અને હાર પહેરાવી સર્વધર્મ સમભાવ અને આદિવાસી મુસ્લિમ એકતાનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.