આજરોજ તા.23/07/2023 ના દિને આદિવસી સમાજ દ્વારા આપેલ બંધના એલાનના સમર્થન માં ધરમપુર તાલુકો સજ્જડ બંધ અને મણિપુર માં નર પીસાચો દ્વારા અમાનવીય કૃત્ય કરેલ હોય એના વિરોધ માં વાવ ક્રાંતિકારી બિરસામુંડા સર્કલ થી બાબા સાહેબ સર્કલ સુધી મૌન રેલીનું આયોજન કરી આક્રોશ ઠાલવવામાં આવ્યો
પ્રકૃતિને પૂજનારાઓ આદિવાસી સમાજ સાથે થયેલા અન્યાય બાબતે નીકળેલી મૌન રેલીને પ્રકૃતિએ સાથ આપી રેલી પૂર્ણ થયા બાદ ભારે વરસાદ આવ્યો સમગ્ર રેલી દરમ્યાન એક ટીપું ન પડ્યું.
ધરમપુર બંધને સહકાર આપનાર તમામ વેપારી મિત્રો સરપંચશ્રીઓ ધરમપુર તાલુકાના સન્માનીય ડૉ. શ્રીઓ,શિક્ષક મિત્રો અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આવેલ હક અને અધિકારની લડાઈ લડતાં યોદ્ધાઓનો ધરમપુર તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.