Navsari latest news: નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સાઇબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

0

Navsari latest news: નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સાઇબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

વર્ષ-૨૦૨૪ દરમ્યાન સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરીયાદના આધારે સાયબર ક્રાઇમ ગાંધીનગર દ્વારા ફ્રીઝ નાણામાંથી કુલ રૂપિયા ૧,૮૮,૫૦,૫૫૬/- જેટલી રકમ અરજદારોને પરત અપાવતી નવસારી જિલ્લા પોલીસ

ઓનલાઇન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ પર તુરંત કોલ કરવા અનુરોધ કરતા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ

નવસારી,તા.૦૨: તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર કાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઈમ અંગે નાગરિકોને જાગૃત કરવા અને નવસારી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા થયેલ કામગીરી અંગે સૌને અવગત કરવા આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. 

પ્રેસ કોન્ફરન્સમાં સૌને માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ અને નાણા ગુમાવનાર લોકો દ્વારા તાત્કાલીક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ પર ફોન કરતા ગાંધીનગર CID ક્રાઈમનાં સાયબર સેલની ટીમ દ્વારા અરજદાર/ભોગબનારના નાણા આરોપીઓના બેંક ખાતામાં ફ્રીઝ કરવામાં આવેલ છે. 


નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ ઓનલાઇન નાણાકીય ફોર્ડ થવાના બનાવો બાબતે જાહેર જનતામાં જાગૃત્તા લાવવા વિવિધ કાર્યક્રમો કરી વર્ષ-૨૦૨૪ દરમ્યાન નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરીયાદ આધારે સાયબર ક્રાઇમ ગાંધીનગર દ્વારાફ્રીઝ કરેલ આરોપીઓના બેંક એકાઉન્ટોમાંથી અરજદારોના નાણા પરત અપાવવાની કાર્યવાહી કરી કુલ રૂપિયા ૧,૮૮,૫૦,૫૫૬/- જેટલી રકમ અરજદારોને પરત અપાવવાની કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે એમ જણાવ્યું હતું. 

અંતે પોલીસ અધિક્ષકશ્રીએ " સાથે મળીને લડીએ, સાયબર ખતરોને હરાવીએ" એમ જણાવી કોઇ પણ ઓનલાઇન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ પર તુરંત કોલ કરવા અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડીયાના પ્રત્રકારમિત્રો સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Post a Comment

0Comments
Post a Comment (0)