ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

0

   ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા


લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી : - મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ લિંગા સ્થિત, પ્રયોશા પ્રતિસ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો, તેમને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી થશે તેમ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ લિંગા શાળાના બાળકોને અદ્યતન સાધનો અર્પણ કરતા, ટેકનોલોજીના સથવારે પોતાની ઉચ્ચ કારકિર્દીના સ્વપ્નને પૂર્ણ કરવાનું પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.

દંડકારણ્યની પાવન ભૂમિ પર નિષ્કામ કર્મયોગ કરી રહેલા શ્રી પી.પી.સ્વામીજીના પ્રયાસોની સરાહના કરતા મંત્રીશ્રીએ, કર્મફળનો ત્યાગ કરીને જંગલમાં સેવાની ધૂણી ધખાવતા સ્વામીજીના સ્વપ્નની પૂર્તિ માટે, ફૂલ નહિ તો ફૂલની પાંદડી રૂપે અંગત રીતે ₹ ૫૧ હજારના સહયોગની રાશી જાહેર કરી હતી. સાચા અર્થમાં શિક્ષણનો ઉદય તો હવે થઈ રહ્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ નમો લક્ષ્મી, અને નમો સરસ્વતી જેવી શૈક્ષણિક યોજનાઓ, વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી માટે ખૂબ ફળદાયી નિવડશે તેમ કહ્યું હતું. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરતા સ્વામીજી, અને તેમની સંસ્થાના સેવાભાવી કાર્યકરોને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત લિંગાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ IIT અને IIMS જેવી દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની સમયબદ્ધ તૈયારીઓ કરી રહ્યા છે. માલેગામની પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અવિરાજ ચૌધરી, હાલમાં IIT દિલ્હી ખાતે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને પિછાણી, બીજા બાળકો પણ અવિરાજના નકશે કદમ પર ચાલીને, ઉચ્ચ કારકિર્દી ઘડે તેવા સંસ્થા સ્થાપક શ્રી પી.પી.સ્વામીજીના પ્રયાસો રહ્યા છે.

લિંગા ગામે ઝરમર ઝરમર વરસાદી માહોલ વચ્ચે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિદ્યાર્થીઓને, ઉચ્ચ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પોતાનુ, પોતાના પરિવારનું, અને સંસ્થાનું નામ રોશન કરવાના શુભાષિસ પાઠવ્યા હતા. શિક્ષણના પવિત્ર કાર્યમાં યોગદાન આપનાર દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓની સેવા ભાવનાને પણ મંત્રીશ્રીએ બિરદાવી હતી.

શ્રી પી.પી.સ્વામીજીએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ડાંગ સાથે જૂનો નાતો ધરાવતા મંત્રીશ્રીએ, ડાંગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ટ્રસ્ટને પણ શરૂઆતથી જ માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ, ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને રાજ્યના શિક્ષણને વધુ સરળ બનાવવાના નિર્ણયો લઈને, વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દીનો માર્ગ મોકળો કર્યો છે, તેમ જણાવ્યું હતું. સ્વામીજીએ સંસ્થાની પ્રગતિનો ચિતાર પણ આ વેળા આપ્યો હતો.

મંત્રીશ્રીની આ મુલાકાત વેળા સંસ્થાના ટ્રસ્ટી શ્રી સવજીભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી કરશનભાઈ ધામેલીયા, કાર્યકરો, કર્મચારી અને શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંસ્થાના વિવિધ વર્ગ ખંડો, છાત્ર નિવાસ, પ્રસાદાલય, કોમ્પ્યુટર લેબ સહિતની ઉપલબ્ધ સેવા સુવિધાઓની જાત મુલાકાત લઈ, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી : -...

Posted by Info Dang GoG on Friday, July 12, 2024

Post a Comment

0Comments
Post a Comment (0)