Dhrampur (Valsad) :ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

0

 Dhrampur (Valsad) :ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.


માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન 

ગુજરાત સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા ક્ક્ષાનો શનિ – રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. 

જેમાં મુખ્યત્વે રાસ, ગરબા, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, ભવાઈ, માણભટ્ટ, કઠ્ઠપુતળી, શેરી નાટક, લોકડાયરો ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબીત કરતા નાટકો, સામાજિક સંદેશ આપતા નાટકો વગેરે વધુને વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી ધરમપુરના બામટી ગામમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આચાર્ય કાનુરબર્ડા પ્રાથમિક શાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી, મદદનીશ શિક્ષક પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાનુરબર્ડા પ્રાથમિક શાળા દ્વારા સ્વાગત ગીત, આદર્શ નિવાસી શાળા દ્વારા આદિવાસી લોકનૃત્ય, ઈ.એમ.આર.એસ.કપરાડા દ્વારા ગરબા અને ઓમકાર કલાવૃંદ દ્વારા લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ૩૫૦ જેટલી જનસંખ્યાએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળ્યો હતો. 


ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન ગુજરાત સરકારના કમિશ્નરશ્રી,...

Posted by INFO Valsad GOV on Monday, June 24, 2024

Post a Comment

0Comments
Post a Comment (0)