ધરમપુર તાલુકાનું મોટીઢોલડુંગરી ગામને મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું.

0

 ધરમપુર તાલુકાનું મોટીઢોલડુંગરી ગામને મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું.


તા.23/06/2024 ના દીને ધરમપુર ના મોટીઢોલ ડુંગરી ગામની પ્રાંતઅધિકારી શ્રી અમિત એચ ચૌધરી સાહેબ એ મુલાકાત લઈ અને ગામના પ્રશ્નોને સાંભળી પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત કરી હતી.

આખા ગુજરાતમાં એકમાત્ર ધરમપુર તાલુકાનું મોટીઢોલડુંગરી ગામને મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હોય જેના અનુસંધાને ખાસ ગામના આદીમજૂથના પ્રશ્નોમાં આદિમજૂથમાં આવાસ,જાતિના દાખલો કાઢવા,આધારકાર્ડ કાઢવા,રેશનકાર્ડમાં નામ ન હોય તે નામ દાખલ કરવા બાબતે,આદિમજૂથમાં અલગ થી TC નાખવું,જેમના ઘરે લાઈટ માટેનું મીટર ન હોય એમને મીટર માટે ની પ્રોસેસ અંગે,કોઝવે,અને પ્રોટેક્શન વોલ બનાવવા અંગે અને આદિમજૂથમાં બનતા આવાસોની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા અને સાથે આદિમજૂથમાં ઓછી ઉંમર માં દીકરી ઓને ન પરણાંવવા અંગે નું સુચન કરવામાં આવ્યું

જ્યાં ધરમપુરના નાયબ મામલતદારશ્રી,તાલુકા પંચાયતના અનિલ ભાઈ,તલાટી કમમંત્રીશ્રી ઉષાબેન,પંચાયતના સભ્યશ્રીઓ ઉમેદભાઈ પટેલ,મગનભાઈ પટેલ,મહેન્દ્રભાઈ પટેલ,સંદીપભાઈ,તેજલબેન નયન પટેલ,હેતલબેન જયેશભાઈ,કન્ટોલ વાળા સુરેશભાઈ,અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા

Post a Comment

0Comments
Post a Comment (0)