ગુજરાત, વલસાડ, ધરમપુર, વિલ્સન હિલ|Gujarat, Valsad,Dharampur, willson hill

0

 

ગુજરાત, વલસાડ, ધરમપુર, વિલ્સન હિલ|Gujarat,Valsad, Dharampur, willson hill 

વિલ્સન હિલ સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં, પર્વતની ટોચ ઉપર, દરિયાઈ સપાટીથી ર૩૦૦ ફૂટની ઊંચાઇ પર સ્થિત પંગારબારી ગામે આવેલું આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ઊપરથી નીચે ખીણમાં પથરાયેલી વનરાજી, અને ક્ષિતિજમાં આથમતો સૂર્ય માણવા માટે પ્રવાસીઓ હંમેશા આવતા હોય છે.

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ સ્થળના વિકાસ માટે ઈ.સ. ૧૯ર૮ના વર્ષમાં તત્કાલિન અંગ્રેજ ગવર્નર સર લેસ્લી વિલ્સનને, ધરમપુરના તત્કાલિન રાજવી મહારાજા વિજયદેવજીએ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આ પ્રદેશને ગિરિમથક તરીકે વિકસાવવા માટે તેમ જ તેના ઉદ્‌ઘાટન માટે આમંત્ર્યા હતા. ત્યારથી આ સ્થળને વિલ્સન હીલ તરીકે ઓળખાય છે. આ સ્થળ ધરમપુરથી પૂર્વ દિશામાં આશરે ૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

અહીં નજીકમાં વાઘવળ ગામ ખાતે દત્ત મંદિર તથા શંકર ધોધ, વરસાદી દેવ સહિતના દેવસ્થાનો તેમ જ રજવાડાંના સમયમાં ગુનેગારોને સજા આપવા માટે બનાવાયેલ વધસ્તંભ જોવાલાયક છે.



Post a Comment

0Comments
Post a Comment (0)