Valsad(Dharampur): વલસાડ પોલીટેકનિકનાં વિદ્યાર્થીઓએ નાટક દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકનાં નિયમો અંગે ધરમપુરવાસીઓને માહિતગાર કર્યા.

0

Valsad(Dharampur): વલસાડ પોલીટેકનિકનાં વિદ્યાર્થીઓએ  નાટક દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકનાં નિયમો અંગે ધરમપુરવાસીઓને માહિતગાર કર્યા.

આજરોજ તા.07/02/2024 ના દીને ધરમપુર ડૉ.બાબા સાહેબ સર્કલ ખાતે રોડ સેફટી અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર માટે શિક્ષણ વિભાગ,પોલીસ વિભાગ અને આર ટી ઑ વલસાડના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેકનિક વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટકોનું આયોજન ખેરગામ ભવાની નગર સોસાયટીના રહેવાસી અને વલસાડ પોલીટેકનિકનાં પ્રોફેસર શ્રી નિરલ પટેલ, અને આશીષ પટેલ સહિત સ્ટાફમિત્રો  દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમનું આયોજન કરનાર સમગ્ર ટીમને ભારત દેશનું બંધારણ (સંવિધાન) આપવામાં આવ્યું હતું.

રોડ પર જતી વખતે ફોન પર વાત ન કરવી,હેલ્મેટ પહેરવું, કારમાં જતી વખતે સિટબેલ્ટ પહેરવુ,ડ્રિન્ક એન્ડ ડ્રાંઈવ જેવી અનેક નાની સેફટીની બાબતો પોલિટેકનીક કોલેજ વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટક ભજવીને માહિતી આપવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકાના CPI શ્રી વસાવા સાહેબ, PSI શ્રી પ્રજાપતિ સાહેબનો ખુબજ સારો સહકાર રહ્યો હતો.

જ્યાં સામાજિક આગેવાન વિજય ભાઈ અટારા,હેમંત, ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ, વિમલ પટેલ, કમલેશભાઈ પટેલ, ખેરગામ વેણ ફળિયાના યુવા આગેવાન કિર્તી પટેલ સહિત સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.



Post a Comment

0Comments
Post a Comment (0)